[the_ad id="758"]

Homeकारोबारવડોદરા જિલ્લાના પાદરામાં વીજ કરંટ લાગતા 11 વર્ષના નક્ષ સોની નામના વિદ્યાર્થીનું...

વડોદરા જિલ્લાના પાદરામાં વીજ કરંટ લાગતા 11 વર્ષના નક્ષ સોની નામના વિદ્યાર્થીનું મોત – નગરપાલિકા અને જીઇબીના સંકલનના અભાવે બાળકને કરંટ લાગ્યો

નક્ષ જૈમિનભાઇ સોની ( પાદરા)

વડોદરા જિલ્લાના પાદરા ખાતે હાઉસીંગ બોર્ડના મકાનો પાસે રોડ ઉપર કેટલાક સમયથી ગટરના પાણી ભરાયેલા હતા. આ ગટરના પાણીમાં વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો.જેને પગલે અજાણ્યા વિદ્યાર્થીનું મોત નિપજ્યું. વિદ્યાર્થી ટ્યૂશનથી પોતાના ઘરે સાઇકલ લઇને જતો હતો તે સમય દરમિયાન આ ઘટના બની હતી. સમગ્ર ઘટના બનતા સ્થાનિક રહીશોએ MGVCL અને નગર પાલિકા સામે ભારે રોષ ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

નગરપાલિકા અને જીઈબીની બેદરકારી સામે આવી

આ ઘટના બનતા આસપાસના રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ત્રણ-ચાર દિવસ પહેલા જ MGVCLમાં અને નગરપાલિકાને રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર ગોર નિંદ્રામાં હોય તેમ નિષ્ઠુર બની બેશી રહ્યું જેને પગલે વિધાર્થીને જીવ ગુમાવવાનો વારો આવ્યો

વીજ કરંટ લાગતા વિદ્યાર્થી મોતને ભેટ્યો

જાણવા મળતી માહિતી મુજબ પાદરા ખાતે આવેલી ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતો 11 વર્ષીય વિદ્યાર્થી નક્ષ જૈમિનભાઇ સોની પાદરાની ઝેન હાઇસ્કૂલમા ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. તે ટ્યૂશનથી છૂટી સાઇકલ લઇને પોતાના ઘરે જઈ રહ્યા હતો ત્યારે તે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પાસેથી પસાર થઇ રહ્યો હતો. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણી ભરાયેલા હતા. જેમાં રોડ ઉપરનો વીજ થાંભલાનો જીવતો વાયર તૂટીને પડેલો હતો. વિદ્યાર્થી પાણીમાંથી પસાર થતા જ સ્થળ ઉપર વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો અને પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવવાનો વારો આવ્યો. સ્થાનિક રહીશો અને પરિવારજનોએ તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular