
આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં આજે સામાન્ય સભા મળી હતી.જે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા નગર સેવકો વચ્ચે છૂટાહાથની મારામારી થતા ભારે હોબાળો મચી ગયો હતો. જાણવા મળતી માહિતી મુજબ આ પાલીકાની આ સમગ્ર ઘટના લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય તંગદિલીનો ભાગ હતો. આ મારામારીનું મુખ્ય કારણ આઈટમ નંબર 4 ઉપર હાઈકોર્ટે આપેલો સ્ટે હોવાનું મનાઈ રહ્યું છે. આ આઈટમનો સંબંધ 8 કાઉન્સિલરોના રાજીનામાના વિવાદ સાથે હતો. જે મામલો હાલ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.
સમગ્ર મારામારીની ઘટના અંગે લોકોમાં પણ ભારે આક્રોશ
પ્રજાના હિતના કાર્યો કરવાને બદલે પાલિકાના સભ્યો દ્વારા આ રીતે જાહેરમાં મારામારી થાય એ કેટલું વ્યાજબી ગણાય જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. લોકમુખે ચાલતી ચર્ચામાં નેતાઓ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય અહમને કારણે પાલિકાના કામોને અટકાવી રહ્યા છે. જેથી પ્રજા લક્ષી કાર્યોને વેગ મળતો નથી. આ ઘટનાએ પાલિકાની કાર્યપદ્ધતિ ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

