
આજરોજ ૧૫-મી ઓગસ્ટે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઇ નગર અને તાલુકામાં આ રાષ્ટ્રીય પર્વની આન – બાન – શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગર અને તાલુકાની સરકારી કચેરીઓ અને શાળાઓમાં આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.
સંપૂર્ણ વિડિયો નિહાળવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇



તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વ ઢોલાર ખાતે યોજવામાં આવ્યો હતો. ડભોઇ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન છાયાબેન સોનીના વરદ હસ્તે ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી અને શિસ્તબધ્ધ પરેડ યોજાઈ હતી. તેમજ ડભોઈ નગરપાલિકાના પ્રાંગણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીની ઉપસ્થિતીમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા આન-બાન- શાન સાથે ત્રિરંગાને સલામી આપી આ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.


આ ઉપરાંત ડભોઇ તાલુકાનાં વડજ ગામે પણ આ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાનાં વડજ ગામે વડજ સેવા સમાજ સંચાલિત એસ.એસ.પટેલ સાર્વજનિક હાઈસ્કુલના પટાંગણમાં મંડળનાં મંત્રી, તાલુકા કોંગેસના અગ્રણી અને ડભોઈ તાલુકા પંચાયતનાં વિપક્ષનાં નેતા પ્રહલાદભાઈ પટેલનાં હસ્તે આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.

આમ સમગ્ર ડભોઈ પંથકમાં વિવિધ સ્થળોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવતાં વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓ અને દેશપ્રેમ વ્યકત કરતાં સૂત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યાં હતાં અને તમામ સ્થળોએ દેશ ભક્તિનો – રાષ્ટ્ર પ્રેમનો માહોલ સર્જાયો હતો.

