[the_ad id="758"]

Homeकारोबारશ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેર દ્વારા વાર્ષિક સાધારણ સભા, તેજસ્વી...

શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેર દ્વારા વાર્ષિક સાધારણ સભા, તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યકમ યોજાયો

તેજસ્વી વિદ્યાર્થીઓ અને નામાંકિત જ્ઞાતિજનોને મોમેન્ટો આપી કરાયાં સન્માનિતબાળકોને જીવનમાં ઉચ્ચતમ સ્તરે પહોંચવા માટે શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જેથી બાળકોને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહન મળે તે માટે વડોદરા પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેર દ્રારા વાઘોડિયા રોડ વડોદરાના સંખેડા દશાલાડ ભવન ખાતે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સંપૂર્ણ વિડિયો નિહાળવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

આ કાર્યક્રમમાં વડોદરા, ડભોઇ બોડેલી, હાલોલ, સાંઢાસાલ અને સંખેડા, પાદરા, સહિતનાં ગામોમાંથી વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ, વડોદરા શહેર દ્રારા આજરોજ સાધારણ સભા પણ યોજવામાં આવી હતી.

જેમાં સમાજનાં પ્રમુખ નગીનભાઈ એમ. સોની અને મંત્રી રાજેન્દ્રભાઈ બી. સોની દ્રારા વર્ષ દરમ્યાન થતી વિવિધ પ્રવૃતિઓની અને આગામી કાર્યક્રમોની રૂપરેખા વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ આગામી વર્ષ માટે નવી કમિટીની રચના પણ કરવામાં આવી. આ સાથે વર્ષ ૨૦૨૪-૨૫ ના હિસાબો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ માટેનું બજેટ સમાજનાં ખજાનચી અને અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળના સભ્ય વિપુલભાઈ રમેશચંદ્ર સોની દ્રારા રજૂ કરવામાં આવ્યું હતું. આ તમામ પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યાં હતાં. સમાજની શિક્ષણ સમિતિનાં કન્વીનર અનિલભાઈ બી. સોની તેમજ કમીટી સભ્યો જૈમિનભાઈ, સ્વપ્નિલભાઈ, રાકેશભાઈ, ધવલભાઈ, રાજનભાઈ, કિરણભાઈની સમગ્ર ટીમ દ્રારા શૈક્ષણિક ક્ષેત્રે સિધ્ધિ મેળવનાર તમામ વિધાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

ધોરણ દશ અને બાર માં પ્રથમ અને દ્રિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને કિરણભાઈ આર. સોની ( રણછોડરાય જવેલર્સ ડભોઈ) દ્રારા રજતચંદ્રકો આપવામાં આવ્યાં હતાં. આ અગાઉ શિક્ષણ સમિતિ દ્વારા વિધાર્થીઓને રાહતદરે ફુલસ્કેપ ચોપડા અને નોટબુક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કમિટીના કન્વીનર કૃણાલભાઈ કે. સોની અને તેમની સમગ્ર ટીમનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. યોગ લિફ્ટ ના સંચાલક અને સમાજનાં સેવાભાવી સભ્ય રોહનના વી. સોની અને શ્રીમતી શિવાનીબેન આર. સોની દ્રારા પણ સુંદર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સમાજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ કક્ષાએ પહોંચેલા મહાનુભવોએ પોતાનાં વક્તવ્યમાં પોતાની જીવન ગાથાઓ વર્ણવી હતી અને આજની નવયુવાન પેઢીને શિક્ષણની બાબતમાં પ્રોત્સાહિત કરી હતી. તેમજ નવયુવાનોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયક વકતવ્યો આપ્યાં હતાં. આવા કાર્યક્રમો વડોદરા, ડભોઇ, બોડેલી અને હાલોલ જેવા અનેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પણ યોજવામાં આવતાં હોય છે. ધોરણ ૧૦ અને ૧૨ ની જાહેર પરિક્ષામાં અને કોલેજ કક્ષાએ, તેમજ જાહેરક્ષેત્રે ઉચ્ચત્તમ સ્થાન મેળવનાર સોની સમાજનાં વિધાર્થીઓ અને જ્ઞાતિજનોને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સમાજનાં આ નવયુવાનો શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત બને તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહયાં છે.

સદર કાર્યક્રમમાં સમાજનાં અગ્રણી શશીકાંતભાઈ બી. પાટડીયા મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ, અનિલભાઈ પી. સોની મહામંડળના સભ્ય પાદરા, નરેશભાઈ સોની સાંઢાસાલ, વિ. કે. સોની બોડેલી, જગદીશભાઈ સી. સોની મહામંડળના સભ્ય વડોદરા, નિવૃત્ત જસ્ટિસ મૂલચંદભાઈ સોની સંખેડા વાળા, જસ્ટીસ પિન્કલભાઈ સોની સંખેડા વાળા, તેજલબેન સોની કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકા, ડભોઈ સોની સમાજનાં અગ્રણી દક્ષેશભાઈ અને કિરણભાઈ, હાલોલ સોની સમાજનાં પ્રમુખ પરમાનંદભાઈ અને પત્રકાર નિમેષભાઈ, વિપુલભાઈ, સહિતનાં અગ્રણીઓને વિશેષ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વેદાંશી ટ્રાવેલ્સના સુનિલભાઈ સોની દ્વારા નજીવા દરે સમાજ માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરવા બદલ તેઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેમનાં દ્રારા આગામી સમયમાં યોજાનાર કુળદેવી શ્રી મહાલક્ષ્મી માતાનાં ભીનમાલ પ્રવાસ માટે પણ પચાસ ટકા ફાળો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન એનાઉન્સર તરીકેની ભૂમિકા કલ્પનાબેન ગૌરાંગભાઈ સોની અને રીમાબેન મોહિતભાઈ સોનીએ નિભાવી કાર્યક્રમની શાન વધારી હતી. આભારવિધિ સહમંત્રી અનુપભાઈ એમ. સોની દ્રારા કરવામાં આવી હતી.

oplus_2

શ્રી પાંચ ગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેરના તમામ હોદ્દેદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને સફળ બનાવવા યથાર્થ પ્રયત્નો કર્યા હતાં. આ સમગ્ર રંગારંગ અને દૈદીપ્યમાન કાર્યક્રમમાં સૌ જ્ઞાતિજનો, વડિલો, આગેવાનો, વિધાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનોએ પ્રિતી ભોજનનો આનંદ માન્યો હતો.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular