
વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં આગામી ગણેશ મહોત્સવ ને ધ્યાનમાં લઇને નગરમાં આવેલ પટેલ વાડી ખાતે ગણપતિ મહોત્સવના આયોજકો સાથે વડોદરા ગ્રામ્યના એસપી સુશીલ અગ્રવાલ અને ડી.વાય.એસ.પી. આકાશ પટેલની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય ઉપદેશ લોકોની આસ્થા અને પોલીસની વ્યવસ્થા બંનેને કેવી રીતે જોડી શકાય તે માટેની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ ગણેશ મહોત્સવને દેશભક્તિના મેસેજ સાથે દેશનાં યુવાનોને સાથે જોડી ઉજવવામાં આવી રહ્યો છે.
ત્યારે કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, સલામતી અને શાંતિ જળવાઈ રહે તેવા સંપૂર્ણ પ્રયત્ન પોલીસ સ્ટાફ અને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવશે. જે અંગે વિશેષ ચર્ચાઓ પણ યોજાઈ હતી અને સુચનો પણ મેળવવામાં આવ્યાં હતાં. ગણેશ મહોત્સવ દરમિયાન મંડાલમાં સીસીટી રાખવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડભોઈ રેન્જના તમામ ગામોનાં ગણેશ મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યાં હતાં.

તાજેતરમાં પોલીસ દ્વારા ઓપરેશન પરાક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે. જેનાં દ્વારા અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમકે, પ્રોહિબિશન અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંગેનાં કેસો નોંધવામાં આવે છે. ગઈકાલે રાત્રી દરમિયાન વડોદરા જિલ્લામાં ૨૦૮ જેટલાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસ નોંધવામાં આવ્યાં છે. અસામાજિક તત્વો ઉપર કડી નજર રાખી અને સુચારુ રીતે આ ગણેશ મહોત્સવની ઉજવણી થાય તેવા પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા અને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.


