[the_ad id="758"]

Homeकारोबारશ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ -વડોદરા શહેર દ્રારા અખો નોમ પર્વની ધૂમ...

શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ -વડોદરા શહેર દ્રારા અખો નોમ પર્વની ધૂમ ધામપૂર્વક ઉજવણી

શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા શહેર દ્રારા વર્ષોની પરંપરા મુજબ ખૂબ જ ધૂમધાપૂર્વક અખો નોમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ અખોનોમ હવન -પૂજા કાર્યક્રમ તા :૧/૯/૨૦૨૫ ને સોમવારે સંખેડા દશાલાડ ભુવન , વૃંદાવન ચાર રસ્તા, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે ખુબજ સુંદર રીતે સંપન્ન થયો હતો. સમગ્ર શ્રીમાળી સોની સમાજ દ્વારા છેલ્લાં ધણા વર્ષોથી ભાદરવા સુદ નોમના શુભ દિવસે પ્રસિદ્ધ આદી કવિ અખાની યાદગીરીમાં ઉત્સાહભેર અખો નોમની ઉજવણી કરવામાં આવે છે. આદી કવિ અખો જેઓનું મૂળનામ આખા રહિયાદાસ સોની. તેઓ પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિધ્ધી પામ્યાં હતાં અને ગુજરાતી ભાષાનાં પ્રાચીન કવિઓ પૈકીનાં એક ગણાતાં હતાં.

સંપૂર્ણ વિડિયો નીચે આપેલ 👇👇👇👇 લીંક ઉપર ક્લિક કરો….

જેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી. અખો પોતે આત્મજ્ઞાની કવિ હતો. આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખો નોમની ઉજવણી કરવામાં આવે છે.


આ પ્રસંગે સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યાં હતાં. માતાજીની કૃપા હર હંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ કરી હતી. આ અખો નોમ યજ્ઞમાં ભાગ લેનાર સૌ દંપતીને સમાજ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતાં. ખૂબ જ મોટી સંખ્યામાં સમાજનાં આગેવાનો, હોદ્દેદારો અને જ્ઞાતિજનોએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો. સમાજનાં ૧૧ જોડાઓએ મનોરથી તરીકે ભાગ લીધો હતો.


સમાજના પ્રમુખશ્રી નગીનભાઈ મોહનલાલ સોની, ,મંત્રીશ્રી રાજેન્દ્ર ભાઈ ભગવાનદાસ સોની, ખજાનચી વિપુલભાઈ રમેશચંદ્ર સોની, સંગઠન મંત્રી ઘનશ્યામભાઈ રમેશચંદ્ર સોની, સહ ખજાનચી ગૌરાંગભાઈ વિપીનચંદ્ર સોની,, ઉપપ્રમુખ હરેશભાઈ ઠાકોરલાલ સોની, સહમંત્રી અનુપભાઈ હસમુખભાઈ સોની, અનિલભાઈ ભીખાલાલ સોની, સહ સંગઠન મંત્રી જયમીનભાઈ રસિકલાલ સોની, સહિત સૌ હોદ્દેદારો અને કારોબારી સભ્યો – કન્વીનરશ્રીઓ,દાતાશ્રીઓએ ખભે ખભા મિલાવી સુંદર આયોજન સાથે આ પ્રસંગને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પૂર્વ પ્રમુખ અને હાલના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી શશીકાંતભાઈ તથા ડો . કેયુરભાઈ સોનીએ વિશેષ હાજરી આપી હતી.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular