[the_ad id="758"]

Homeकारोबारવડોદરા શહેરમાં દાલિયા વાડી ખાતે શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્રારા...

વડોદરા શહેરમાં દાલિયા વાડી ખાતે શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્રારા અખો નોમ પર્વની ઉત્સાહભેર ઉજવણી

વડોદરા શહેરમાં કાર્યરત શ્રીમાળી સોની સમાજનાં સંગઠન શ્રી પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્રારા વર્ષોથી અખો નોમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત દાલિયા વાડી વડોદરા આ વર્ષે પણ ઉત્સાહભેર અખો નોમની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીમાળી સોની સમાજ દ્વારા છેલ્લાં ધણાં વર્ષોથી ભાદરવા સુદ નોમના શુભ દિવસે પ્રસિદ્ધ આદી કવિ અખાની યાદગીરીમાં ઉત્સાહભેર અખો નોમની ઉજવણી કરવામાં આવે છે.

પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિધ્ધી પામ્યાં હતાં અને તેઓ ગુજરાતી ભાષાનાં પ્રાચીન કવિઓ પૈકીનાં એક ગણાતાં હતાં. તેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી. તેઓ પોતે આત્મજ્ઞાની કવિ હતાં. આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખો નોમની ઉજવણી કરવામાં આવે છે.

આ પ્રસંગે પણ સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યાં હતાં. માતાજીની કૃપા હર હંમેશ જ્ઞાતિજનો ઉપર રહે તેવી પ્રાર્થના સૌએ કરી હતી. શ્રી સમસ્ત પાંચગામ શ્રીમાળી સોની સમાજ વડોદરા દ્વારા દાલિયા વાડીમાં કુળદેવીશ્રી મહાલક્ષ્મી માતાનો અખો નોમનો મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો. જેમાં સમાજના વડોદરા શહેરમાં રહેતા ૪૫૦ કુટુંબનાં ૧૧૦૦ સભ્યોએ હાજર રહી માતાજીના દર્શન અને પ઼સાદીનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આગામી ૨૮.૧૨.૨૫.ને રવિવારે યોજાનાર તેજસ્વી તારલાઓ વિધાર્થી સન્માન, વડીલ સન્માન અમૃતમહોત્સવ અને સંસ્કૃતિક કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. સમાજનાં સૌ સભ્યો ન્યોછાવર અને કલ્યાણ નિધિમાં મોટી સંખ્યામાં દાન આપી સારા કાર્યમાં મદદરુપ બન્યા હતાં અને આ મહાપર્વને સફળ બનાવવામાં આવ્યો હતો. તે માટે સમાજના સર્વે સભ્યોનો સમગ્ર કારોબારીએ આભાર માન્યો હતો અને આવો જ સહકાર મળી રહે અને આવતાં બીજા કાર્યક્રમો આનાથી વધારે સભ્યો લાભ લે તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.

સમાજનાં પ્રમુખશ્રી વિષ્ણુભાઈ આશારામભાઈ સોની દ્વારા સમાજની ચાલતી વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવી હતી અને સાથે આવાનાર સમયમાં ઉજ્જૈનની ધાર્મિક યાત્રા અને શરદ પૂર્ણિમાના કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. આમ, આ ધાર્મિક પર્વ સૌનાં સાથ સહકારથી સંપન્ન થયો હતો અને સૌ હોદ્દેદારો અને જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.

Oplus_131072
Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular