[the_ad id="758"]

Homeकारोबारપાણીપુરી પ્રત્યેના પ્રેમે પોલીસને દોડતી કરી-વડોદરા શહેરમાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપતા...

પાણીપુરી પ્રત્યેના પ્રેમે પોલીસને દોડતી કરી-વડોદરા શહેરમાં લારીવાળાએ 2 પાણીપુરી ઓછી આપતા મહિલા રસ્તા વચ્ચે રડવા બેસીને ચક્કાજામ……

વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં એક પાણીપુરી પ્રેમી મહિલા પાણીપુરી ખાવા ગઈ હતી. ત્યાં તેને 20 રુપિયાની 6 પાણીપુરી ને બદલે 4 પાણીપુરી આપતા સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. જાણવા મળતી માહિતી અનુસાર 20 રૂ.ની 6 પાણીપુરીને બદલે 4 પાણીપુરી આપતાં વિવાદ સર્જ્યો હતો. બે પાણીપુરી ઓછી આપતાં મહિલાએ તોફાન કર્યું હતું. મહિલા રસ્તા વચ્ચે બેસી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પાણી પુરી શોખીન મહીલા રોડ વચ્ચે બેસી રડવા બેઠી હતી.

પાણી પુરીના ચાહકે પોલીસને પણ દોડતા કયૉ

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મહિલાને પોલીસે ખૂબ જ સમજાવીને મામલો થાળે પાડ્યો. પાણીપુરી માટે મહિલાએ તો પોલીસ ફરિયાદ નોંધાવા સુધીની તૈયારી કરી લીધી. લારી હટાવવા જીદ કરી. પરંતુ નારી શક્તિ સામે પોલીસે લારીવાળાને પણ સમજાવ્યો કે એક દિવસ પૂરતી ત્યાંથી લારી હટાવી લે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular