[the_ad id="758"]

HomeUncategorizedવડોદરા- વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ- ફાયર સેફટીને લઈને...

વડોદરા- વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ- ફાયર સેફટીને લઈને કેટલાક સવાલો

વડોદરા જીલ્લાના વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.આગે રોદ્ગ સ્વરૂપ ધારણ કરતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. વાઘોડિયા જીઆઇડીસી પાસે ગુગલીયા પુરા ખાતે ઈન્ક બનાવતી ડાયનેમિક કંપનીમાં કેમિકલના સ્ટોકમાં કોઈ કારણસર આગ લાગી હતી.પરંતુ આગ લાગતા કર્મચારીઓ બહાર નીકળી આવતા મોટી જાનહણી ટળી હતી. આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફેક્ટરીમાં ફેલાઈ જતા શેડ ધરાશાયી થઈ ગયો હતો. જેથી આસપાસના ગામજનો પણ દોડી આવ્યા હતા.

વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવાતા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા બે કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આગ કાબુમાં આવી હતી. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ વડોદરા જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક ફાયર સેફટી ના વહીવટી તંત્રનો પણ અભાવના કારણે વારંવાર આગ લાગવાના બનાવો સામે આવે છે. જેને લઈને ગ્રામજનો પણ ખૂબ જ ચિંતિત હોય છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular