[the_ad id="758"]

Homeधर्म - भगतिદર્ભાવતિ - ડભોઇ નગરીના ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મંદિર ખાતે નૂતન વર્ષ...

દર્ભાવતિ – ડભોઇ નગરીના ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિત્તે ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડશે

Oplus_131072

હિન્દુ સંપ્રદાય મુજબ કોઈપણ નવું કાર્ય કે નવાં દિવસની શરૂઆત હર હંમેશ દેવી – દેવતાના દર્શન – પૂજન અર્ચન કરીને કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે કારતક સુદ પડવાથી નવાં વર્ષની શરૂઆત થઈ રહી છે. આ દિવસને નૂતન વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારે ડભોઇ – દભૉવતી નગરીના નગરજનો આ નવાં વર્ષની શરૂઆત દેવી – દેવતાના પૂજાનથી કરતાં હોય છે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નગરનાં ઐતિહાસિક અને પૌરાણિક વાઘનાથ મંદિર ખાતે બિરાજમાન વાઘનાથ દાદાનાં દર્શન કરીને જ નગરજનો નૂતન વર્ષની શરૂઆત કરે છે.

{

આ દિવસે નગર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તજનો વાઘનાથ દાદાનાં દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિર પૌરાણિક હોવાથી આ મંદિરે ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી હોય છે. જેથી લોકો નવાં કાર્યની શરૂઆત કરતાં પહેલાં વાઘનાથ દાદાનાં દર્શન કરી આશીર્વાદ મેળવતા હોય છે‌. જેથી બેસતાં વર્ષે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભકતજનો ઉમટી પડે છે. આ મંદિરે આ દિવસે ભાતીગળ મેળો ભરાય છે અને ભકતજનો વાઘનાથ દાદાનાં દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. અત્રે એ નોંધનીય છે કે, આ મંદિરે મહા શિવરાત્રીના દિવસે પણ આવો જ મેળો ભરાય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો આતાં હોય છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular