
આ દિવ્ય કથાનું આયોજન તારીખ 9 જાન્યુઆરી 2026 (શુક્રવાર) થી 11 જાન્યુઆરી 2026 (રવિવાર) દરમિયાન કરવામાં આવશે. અખિલ કોટિ બ્રહ્માંડનાયક, અકારણ કરુણાવરુણાલય શ્રીમન્નારાયણ ભગવાનની અસીમ અનુકંપા તથા પૂર્વાચાર્ય શ્રીમદ્ જગદ્ગુરુ રામાનુજાચાર્ય વૈ. વા. સ્વામીશ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજના આશીર્વાદથી આ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અવસર ઉપર શ્રીમદ્ જગદગુરુ રામાનુજાચાર્ય પરંપરાના આચાર્યશ્રી અનંત શ્રીવિભૂષિત શ્રીમદ્જગદ્ગુરુ રામાનુજાચાર્ય શ્રીવત્સપીઠાધીશ્વર સ્વામી શ્રી વેંકટેશાચાર્યજી મહારાજશ્રીના પાવન સાનિધ્યમાં ભક્તોને ધર્મ, ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાનનો લાભ મળશે.

કથાક્રમની રૂપરેખા
9 જાન્યુઆરી 2026 (શુક્રવારે)
શ્રી વરાહ ભગવાન પ્રાકટ્ય ઉત્સવ
સમય : બપોરે 3 થી 6 વાગ્યા
10 જાન્યુઆરી 2026 (શનિવારે)
શ્રી નિવાસ ભગવાનનું ભૂલોક અવતરણ
સમય : બપોરે 3 થી 6 વાગ્યા
11 જાન્યુઆરી 2026 (રવિવારે)
શ્રી વેંકટેશ બાલાજી તથા શ્રી પદ્માવતી દેવીજી કલ્યાણોત્સવ
સમય : બપોરે 2 થી 4 વાગ્યા
ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા
સમય : બપોરે 4 થી સાંજે 5:30 વાગ્યા
આ સમગ્ર ધાર્મિક આયોજનના મુખ્ય યજમાન તરીકે ગોપાલભાઈ રામચંદ્ર ભાવસાર પરિવાર દ્વારા સેવાભાવથી આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સહિત આસપાસના તમામ શ્રદ્ધાળુ ભક્તોને આ દિવ્ય કથામાં ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે.
સ્થળ:
શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગ, વડોદરા
સંપર્ક: 0265-2411550

