[the_ad id="758"]

HomeUncategorizedડભોઇ નગર અને તાલુકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

ડભોઇ નગર અને તાલુકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી

આજરોજ ૨૬મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ડભોઇ નગર અને તાલુકામાં આ રાષ્ટ્રીય પર્વની આણ – બાન – શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગર અને તાલુકાની સરકારી કચેરીઓ અને શાળાઓમાં આદરપૂર્વક ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવી સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.

ડભોઇ તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણાના સુંદર આયોજન થી તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રેરણાબેન દિક્ષિત કુમારના વરદ હસ્તે ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી અને શિસ્તબધ્ધ પરેડ યોજાઈ હતી.સાથે સાથે ઉપસ્થિત બાળકો ભારત માતાના નારા લગાવ્યા હતા.આ પ્રસંગે પંચાયતનો સ્ટાફ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સંપૂણૅ વિડિયો જોવા માટે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

oplus_34

ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કરો અને સંપૂર્ણ વિડિયો નિહાળો 👆👆👆👆👆👆👆👆👆👆

oplus_2

તેમજ ડભોઈ નગરપાલિકાના પ્રાંગણમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવીની ઉપસ્થિતીમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા આન-બાન- શાન સાથે ત્રિરંગાને સલામી આપી આ સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કમૅચારીઓ દ્વારા થયેલ સુંદર કામગીરીને બિરદાવી તેઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.તેમજ આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન તેજલબેન સોની, ડભોઇ ભાજપા શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, માજી ભાજપા શહેર પ્રમુખ ડૉ.સંદિપભાઈ શાહ,
ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમૅચારીઓ, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડભોઇ નગરની મધ્યમાં આવેલ શ્રી આર. જી. પંડ્યા હાઈસ્કૂલના પ્રાંગણમાં ૭૭ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળા સંચાલક મંડળના તમામ ટ્રસ્ટીઓ, વાલીઓ, નિવૃત શિક્ષકો, શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓની હાજરીમાં મુખ્ય મહેમાન દિનેશચંદ્ર ઓ. જોષી (કેળવણીકાર તથા નિવૃત આચાર્ય) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. તેઓએ બાળકોને જાતિય ભેદભાવ ભૂલી વિવિધમાં એકતા રાખવા, સ્વચ્છતા જાળવવા, પર્યાવરણનું વિશેષ જતન કરવા સૂચન કર્યું હતું. શાળાના આચાર્ય અને તમામ શાળા પરિવાર દ્વારા પધારેલ તમામ મહેમાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતમાતાનું પૂજન

નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરો અને સંપૂર્ણ વિડિયો નિહાળો 👇👇👇👇👇👇👇👇👇

ભારત માતાની ધરતી ઉપર દરેક દેવી- દેવતાઓ જન્મ લઇ ચૂક્યા છે ત્યારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તેમનું પૂજન કેમ ભૂલી જઈએ ? જેથી આ શુભ પર્વ ઉપર નગરપાલિકાના પ્રાંગણમાં ભારતમાતાનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.આ પૂજનના આયોજન વડોદરા જિલ્લા કુટુંબ પ્રબોધક સંયોજક મનોજભાઈ પ્રજાપતિ, વડોદરા જિલ્લા સંઘચાલક તુલસીદાસભાઇ પટેલ ( ટી.પી.પટેલ), તેમજ મહાવિદ્યાલયના પ્રમુખ વિરલભાઈ દરજી ખાસ ઉપસ્થિત રહીને ધરતી માતાનું પૂજન કરવામાં આવ્યું હતું આ પૂજન ડભોઇ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ધરતી માતાના પ્રતિમા ઉપર ફુલ અર્પણ કર્યા હતા.

oplus_34
oplus_2

સિમળીયા પ્રા શાળાના પ્રાંગણમાં ગામની સૌથી વધુ અભ્યાસ કરેલ દિકરી તડવી દષ્ટિ બેનના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામના સરપંચ આકાશભાઈ,‌એસ. એમ.સી તમામ સભ્યો, તલાટી કોમલ બેન,તેમજ ગામના આગેવાનો,વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ નંબર આવનાર બાલવાટીકા થી ઘો. 8ના બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય સતિષભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“border”:1,”square_fit”:2,”transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
Oplus_131072

ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રાંગણમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત આ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં સંસ્થાના ઉપપ્રમુખ દિલીપભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરાયું હતું.ધ્વજવંદન બાદ કોલેજના NCC વિભાગના વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ પરેડ રજૂ કરી હતી. આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, મંત્રી ઠાકોરભાઈ પટેલ, મુકેશભાઈ વસાઈવાલા, કોલેજનો સ્ટાફગણ, હોદ્દેદારો, અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આમ સમગ્ર ડભોઈ પંથકમાં વિવિધ સ્થળોએ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવતાં વંદે માતરમ્, ભારત માતા કી જયના નારાઓ અને દેશપ્રેમ વ્યકત કરતાં સૂત્રોચ્ચારથી ગૂંજી ઉઠ્યાં હતાં અને તમામ સ્થળોએ દેશ ભક્તિનો – રાષ્ટ્ર પ્રેમનો માહોલ સર્જાયો હતો.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular