[the_ad id="758"]

HomeUncategorizedનવી દિલ્હીમાં વૈષ્ણવોના સરકાર પૂ. ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીને “ગુજરાત કે રત્ન”...

નવી દિલ્હીમાં વૈષ્ણવોના સરકાર પૂ. ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીને “ગુજરાત કે રત્ન” એવોર્ડથી વિશિષ્ટ સન્માન

સમાચાર:નવી દિલ્હીમાં આયોજિત દિવ્ય ભાસ્કર ગ્રુપના વિશેષ કાર્યક્રમ “ભારત કે રત્ન – ગુજરાત સે”માં વૈષ્ણવોના સરકાર, સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ પૂ.શ્રી ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીને “ગુજરાત કે રત્ન” એવોર્ડથી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા.આ અવસર પર કેન્દ્રીય જળ સંસાધન મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ C. R. Patilના વરદ હસ્તે પૂજ્યશ્રીને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. તેમજ દિવ્ય ભાસ્કર ગ્રુપના ગુજરાતના સીઈઓ ધર્મેન્દ્રભાઈ અત્રી દ્વારા પણ પૂજ્યશ્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પૂજ્યશ્રીને મળેલા આ સન્માનથી દેશ-વિદેશના વૈષ્ણવ સમાજમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે.

ગુજરાતના ડીસા, પાલનપુર, વડનગર, પાટણ, વસો, તારાપુર, મહેસાણા, આણંદ, નડિયાદ, ખેડા, પીલવાઈ તેમજ સંસ્કારી નગરી Vadodara સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વૈષ્ણવ ભક્તો દ્વારા હર્ષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત Udaipur, Mathura, Bhilwara અને Kankroli સહિત વિવિધ સ્થળોએ પણ શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.એવોર્ડ મળ્યા બાદ પૂજ્ય ડો. વાગીશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રના ઉત્કર્ષ, ઉત્થાન અને વિકાસ માટે આપણે સૌએ મળીને કર્તવ્ય નિભાવવું જોઈએ. તેમણે આ સન્માન પ્રભુ શ્રી દ્વારકાધીશ, તૃતીય પીઠ તથા સમગ્ર વૈષ્ણવ સમાજને સમર્પિત હોવાનું જણાવ્યું અને દિવ્ય ભાસ્કર પરિવારનો આભાર વ્યક્ત કર્યો.આ પ્રસંગે C. R. Patil અને ધર્મેન્દ્રભાઈ અત્રીએ પૂજ્યશ્રીને સાષ્ટાંગ દંડવત કરી ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જેને કારણે કાર્યક્રમમાં ભાવુકતા છવાઈ ગઈ હતી.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“border”:1,”transform”:2},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular