[the_ad id="758"]

HomeUncategorizedપ્રેમધારા યોગાશ્રમ - સિદ્ધપીઠ ચનવાડા ધામ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ૧૨૧ કુંડીય...

પ્રેમધારા યોગાશ્રમ – સિદ્ધપીઠ ચનવાડા ધામ ખાતે વિશ્વ કલ્યાણ અર્થે ૧૨૧ કુંડીય હોમાત્મક શિવ અતિરુદ્ર મહાયાગનું આયોજન

તા.૨૯ માર્ચ થી તા.૨ એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મહિલા સંમેલન,ધર્મસભા સહિત લોકડાયરો – યોજાશેભારતભરમાંથી સંતો મહંતો અને મહામંડલેશ્વરો ઉપસ્થિત રહેશે

વિડિયો નિહાળવા માટે ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કરો 👆👆👆👆👆👆👆👆

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચનવાડા ખાતે સમર્થ સદગુરુ ભગવાન શ્રી દાદુરામબાપાની તપસ્થલી શ્રી પ્રેમધારા યોગાશ્રમ – સિદ્ધપીઠ ચનવાડા ધામ (કાનમ પ્રદેશ – ગુજરાત) ખાતે ૧૨૧ કુંડીય હોમાત્મક શિવ અતિરુદ્ર મહાયાગનું ચૈત્ર સુદ અગિયારસ તા. ૨૯- ૦૩- ૨૦૨૬ રવિવાર થી ચૈત્ર સુદ પૂનમ તા. ૦૨- ૦૪- ૨૦૨૬ ગુરુવાર દરમ્યાન દિવ્ય-ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પરમ પૂજ્ય પરમ વંદનીય ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામબાપુજીની કૃપા, પ્રેરણા, માર્ગદર્શન અને અસીમ આશીર્વાદથી વિશ્વ કલ્યાણની ઉદ્દાત્ત-વિશાળ ભાવનાથી અનંત કોટી બ્રહ્માંડ નાયક દેવાધિદેવ ભગવાન શ્રી સદાશિવ ભોલેનાથ તેમજ તેત્રીસ કોટી દેવી દેવતાઓની પ્રસન્નતાર્થે શિવ અતિરુદ્ર મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે ભારતભરમાંથી સંતો, મહંતો, મહામંડલેશ્વરો,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.

{containsF

લઘુ મહંત શ્રી માનસરોવરદાસ બાપુએ જણાવ્યું કે તા.૨૯- ૩- ૨૬ ના રોજ દેવતાઓના પાવન આહવાન સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ થશે. જ્યારે તા.૦૨- ૦૪- ૨૬ ના રોજ સાંજના ૩.૩૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ થશે.
તા.૨૯-૦૩-૨૬ ના રોજ સાંજે ભજન, તા.૩૦ ના રોજ સવારે ૧૦ કલાકે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૧ ના રોજ રાજભા ગઢવી, રશ્મિતાબેન રબારી અને નીશુ બાપુ જેવા કલા આરાધકોની ઉપસ્થિતિમાં રાત્રે ૯.૦૦ કલાકે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૧ ના રોજ સવારે સંતો મહંતોની ભવ્ય શોભાયાત્રા અને સાંજના ચાર કલાકે દિવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભજન,ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સ્વરૂપ મહાકુંભમાં પધારી સંત ચરણાનુરાગી – દર્શનાભિલાષી
પ.પૂ. શ્રદ્ધેય સમર્થ સદગુરુ શ્રી મહર્ષિ મસ્ત દાદુરામ બાપુના કૃપાપાત્ર લઘુ મહંત શ્રી માનસરોવરદાસજી બાપુએ સંત દર્શન, યજ્ઞ નારાયણ દર્શન એવમ પૂજ્ય ચરણ સંતો, મહંતો, પીઠાધિશ્વરશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ, આચાર્યચરણ એવમ જગતગુરુશ્રીઓના દર્શનનો લાભ તેમજ પ્રભુપ્રસાદ ગ્રહણ કરવા પધારવા ભાવિક ભક્તો તથા ધર્મપ્રેમી સદગુરુ ચરણાનુરાગી સૌ સેવક સમાજને હૃદયના ભાવથી નિમંત્રણ પાઠવ્યું છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular