
શ્રીમદ્ ભાગવત કથામાં વૈષ્ણવોના સરકાર હ્દય સમ્રાટ ડો વાગીશ કુમારજી મહારાજ શ્રી એ વૈષ્ણવ ને અધિક માસ નિમિત્તે આશીર્વાદ આપતા જણાવ્યું કે અધિક માસ એટલે પૂર્ણ પુરુષોત્તમ માસ વૈષ્ણવ ને ભક્તિમાં રસ તરબોળ બનવાનો માસ શ્રીમદ્ ભાગવત એ કલ્પવૃક્ષ છે. અધિક માસમાં પ્રભુ શ્રીકૃષ્ણ ગ્રુપ થી બચવાનો સરળ અને ઉત્તમ માર્ગ મૉ યમુનાજી ,શ્રી મહાપ્રભુજી, પ્રભુની સેવામાં સ્નેહ સેવા સમર્પણ શરણાગતિ સ્વીકારવા નું શ્રેષ્ઠ માધ્યમ શ્રીમદ ભાગવત ગ્રંથ જેના ઘરમાં નથી એ ઘર ઘર ન કહેવાય માટે શ્રીમદ્ ભાગવત ગ્રંથ દરેકના ઘરમાં હોવું જરૂરી છે દરેક સમસ્યાઓનો અંત સમાધાન કે શ્રીમદ્ ભાગવત બતાવે છે. પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં વૈષ્ણવો માટે સરળ ભાષામાં ભક્તિ કેવી રીતે થાય અને વૈષ્ણવનું કર્તવ્ય શું તે જાણી શકાય છે.

પૂજ્ય શ્રી વ્રજ બનેલા સુખધામ હવેલીમાં મૉ યમુનાજી ,પ્રભુ શ્રી ગોવર્ધન, પ્રભુ શ્રી દ્વારકાધીશ ની પૂજ્ય શ્રી ના કર કમલો દ્વારા આરતી ઉતારવામાં આવી. શહેરની ચારે દિશામાં થી વૈષ્ણવો કથા શ્રવણ માટે હજારોની સંખ્યામાં શ્રીમદ્ ભાગવતનું પિયુષ પાન કરી રહ્યા છે. અને ભક્તિમાં રસ તરબોળ બની રહ્યા છે. આમ અધિકમાસ સુખધામ હવેલી અને બેઠક મંદિર ખાતે વૈષ્ણવ શ્રીજીના અલૌકિક દર્શન કરવા માટે સ્વયંભૂ દોડી આવી ધન્યતા અનુભવી રહ્યા છે. પૂ શ્રી એશકલ વૈષ્ણવ સૃષ્ટિને અધિક માસ પર્વની શુભમ ભવતુ કલ્યાણસ્તુ અને ભાગવત કથા ના મનોરથી પરિવારને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. કથા શ્રવણ કરવા માટે કોર્પોરેટર નયનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહીને પૂજ્ય શ્રી ને માલ્યાર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

