[the_ad id="758"]

Homeकारोबारડભોઈ તાલુકાના ચાર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.

ડભોઈ તાલુકાના ચાર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ઠરાવ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.

ડભોઈ તાલુકાના વેગા, કજાપુર, તરસાણા, ટીંબી જેવા ચાર ગામનો સમાવેશ ડભોઇ નગરપાલિકામાં કરવા માટે ડભોઈ નગર પાલિકા દ્વારા ઠરાવો પ્રસાર કરવામાં આવ્યો હતો, જેને લઈ ચાર ગામના સરપંચ, સભ્યો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો એપીએમસી ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ સાથે કોંગ્રેસના આગેવાનો અને સાથે રાખી ભાજપની તાનાશાહી સરકાર સામે વિરોધ પ્રદર્શન ક્યોં હતો.

ચાર ગ્રામ પંચાયતોએ અસહમતનો ઠરાવ કર્યો પાસ

આજરોજ ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ગ્રામજનો એકત્રિત થયા હતા. ત્યાં પોતાની મનની વેદનાઓ વ્યક્ત કરી હતી ત્યારબાદ ડભોઇ એપીએમસી થી તાલુકા સેવાસ સુધી ભારે સૂત્રોચાર સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. મોટી સંખ્યામાં સેવાસદનમાં ચાર ગામના ગ્રામજનો એકત્રિત થતા આવેદનપત્ર સ્વીકારવા મામલતદારને બહાર આવવું પડ્યું હતું. પરંતુ નગરપાલિકાના સામાન્ય સભામાં પોતાની બહુમતી ધરાવતા ચાર ગામને નગરપાલિકામાં સમાવેશ કરવા માટે ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો છે. જેનો ઉગ્ર વિરોધ આજે ચાર ગામની જનતાએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો.

સંપૂર્ણ કાર્યક્રમ ડભોઇ કોંગ્રેસ સમિતિ પ્રમુખ સતીષ રાવલ અને ડભોઇ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુધીર ભાઈ બારોટની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular