[the_ad id="758"]

HomeUncategorizedસુખધામ હવેલી ખાતે પૂ શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના શુભ આશીર્વાદ...

સુખધામ હવેલી ખાતે પૂ શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના શુભ આશીર્વાદ મેળવતા ધોરણ 10- 12 બોર્ડના વિદ્યાર્થીઓ.

પરિ+ઇક્ષા એટલે પરીક્ષા અને બોર્ડ ની પરીક્ષા શબ્દ સાંભળતા જ વિદ્યાર્થીઓ અને મૉ- બાપ એક તનાવ યુક્ત માહોલમાં જતા રહે છે. પરંતુ ગુરુ વિના જ્ઞાન નહીં એમ શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવોના આસ્થા તીર્થ વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી ની મંગલમય ઉપસ્થિતિમાં વાલીઓ માતા ઓ કે પોતાનું બાળક એકાગ્રથી એક લક્ષ એક ચિત આત્મવિશ્વાસ દ્વારા, ભયમુક્ત વિના પરીક્ષા આપે તે વાસ્તે પોતાના હૃદયસ્થ ગુરુ વૈષ્ણવાચાર્ય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડો વાગીશકુમારજી મહારાજ શ્રી ના કરકમલો દ્વારા પુષ્પ ગુલાબનું પુષ્પ મિસરી અને પેન પ્રસાદી રૂપે ગ્રહણ કરી ને પૂજ્ય શ્રી ના ચરણસ્પર્શ શાસ્ત્ર દંડવત પ્રણામ કરીને ભાવવિભોર જોવા મળ્યા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ કોઈપણ જાતના ભય વગર મનમાં પ્રભુનું સ્મરણ કરીને અને વર્ષ દરમિયાન વિવિધ વિષયો
તૈયાર કરેલા અભ્યાસ પરીક્ષાની પદ્ધતિ, પેપર સ્ટાઇલ અને નાનામાં નાની બાબતોને ચકાસીને નિર્ભય પણે પરીક્ષા આપવા જણાવ્યું હતું

વાલીઓ પણ આ બાબતમાં પૂરેપૂરી તકેદારી રાખે .આમ ઉપસ્થિત તમામ બાળકોને વાલીઓને શુભમભવતું કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા. આ પ્રસંગે સુખધામ હવેલીના નીજ સેવકો ખડે પગે રહીને સુંદર વ્યવસ્થા કરી હોવાનું જોવા મળી આવ્યું. આ પ્રસંગે કેટલાક અમદાવાદના વાલીઓ પણ પોતાના બાળકોને લઈને પૂજ્ય શ્રી ના શુભ આશીર્વાદ મેળવતા જોવા મળ્યા.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular