[the_ad id="758"]

Homeकारोबारશ્રીનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા આયોજિત ભવ્ય ફુલ ફાગ મહોત્સવ પૂ. ૧૦૮ શ્રી...

શ્રીનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા આયોજિત ભવ્ય ફુલ ફાગ મહોત્સવ પૂ. ૧૦૮ શ્રી ગોપાલ બાવાના પાવન સાન્નિધ્યમાં ઉજવાયો

શ્રીનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા ઝરોલા ભવન વડોદરા આયોજિત ફુલ ફાગ મહોત્સવ પૂજ્ય શ્રી ગોપાલ બાવા કામ વન વાળા ની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો.શ્રીનાથજી ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા ઝારોલા ભવન વડોદરા, સમસ્ત બહાદરપુર દશા ઝારોલા વૈષ્ણવ વણિક સમાજ ના ત્રિવેણી સંગમ રૂપે ઝારોલા ભવન વડોદરા ખાતે રે હોળી રે રસિયા ફુલ ફાગ મહોત્સવ જેમાં બહાદરપુર ઝારોલા સમાજના ગૌરવંતા હાલમાં પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે કાર્યશીલ મયંકભાઇ ગોવિંદલાલ દેસાઈ, તેમના પત્ની કેતુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પૂ શ્રી ગોપાલ બાવાએ રશિયાનું વિશેષ મહત્વ વચનામૃત દ્વારા જણાવ્યું વિશાળ જન સંખ્યામાં દીકરીઓ જમાઈઓ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહીને કીર્તન કારોએ સંગીતના સથવારે મેરો ખોવાઈ ગયો બાજુબંધ, ઓરસીયા રે આજ કુંજન મે હો લે લાલા કુંજન મે હોલી એમ સંગીતના તાલે એકબીજા ઉપર ફૂલોની વર્ષા વરસાવીને અનેરો ફુલ ફાગ મનોરથ નંદગામ બરસાના ની યાદ અપાવતો ઝારોલા ભવન વ્રજભૂમિમાં ફેરવાયું હતું પ્રસંગે સમાજના જ્ઞાતિજનો અને ઉપસ્થિત પૂજ્ય શ્રી ના કરકમલો દ્વારા મયંકભાઈ દેસાઈ નું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું બહુમાન નો પ્રત્યુતર આપતા જણાવ્યું કેમારું સન્માન એ ખરેખર સમસ્ત ઝારોલા સમાજનું છે હું જે કંઈ છું આપ શ્રી ના સૌના આશીર્વાદ અને સાથ સહકારથી છું સમાજ મહાન છે વ્યક્તિ મહાન નથી માટે જ્યારે પણ સમાજના જરૂરિયાત મંદોને ગમે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં કોઈ તકલીફ હોય અને એમાં મારી જરૂર હોય તો હું ચોક્કસ સહયોગ આપીશ એવી ખાતરી ઉચ્ચારી હતી. આમ એક યાદગાર ફાગોતસવ રશિયા બહુમાન સમારંભ યોજાયો અને જ્ઞાતિજનોએ પણ લાલાભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ એવા નારા પોકારીને રંગારંગ ઉષ્મા ભેર સ્વાગત કરી યાદગાર ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંપન્ન થયો . ત્રણે સંસ્થાના આગેવાનોએ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોપાલ બાવા નું માલ્યાર્પણ વિશિષ્ટ મોમેન્ટ સ્મૃતિચિહ્ન દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ. અને પૂજ્યશ્રીના ચરણસ્પર્શ કરીને ઝારોલા સમાજ જ્ઞાતિજનો ધન્યતા અનુભવી હતી.

}

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular