
વડોદરા ગ્રામ્ય જિલ્લામાં “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના નિર્દેશ મુજબ ડભોઈ ડિવિઝનમાં ખાસ ચકાસણી હાથ ધરાઈ હતી. આ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ રંગની મારુતિ સુઝુકી ઇકો કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે થરવાસા નજીક વોચ ગોઠવી ગાડી રોકી તપાસ કરતાં તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે આરોપીઓ—સુરેશ હેમરીયા ડાવર અને તેનસિંહ છકાભાઈ અવાસીયા—ને ઝડપી પાડી તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ નોંધ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 3.62 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં દારૂની બોટલો, મોબાઇલ ફોન અને ઇકો કારનો સમાવેશ થાય છે, જપ્ત કરવામાં આવ્યો છે.
ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. ચાવડા અને તેમની ટીમે આ સફળ કામગીરી અંજામ આપી હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

