
“જય નિર્મળ દીપ પરિવાર ડભોઇ” દ્વારા છેલ્લા એક મહિનાથી વિવિધ જાહેર સ્થળોએ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

20 માર્ચ 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં અબોલ પશુ-પક્ષીઓ માટે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. આ અવસર ઉપર નિઃશુલ્ક ચકલી ઘરો (Bird Houses) અને પાણી-આહાર માટેના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.રાજુભાઈ પ્રજાપતિ, બિજલબેન, જ્યોતિબેન બારિયા, કન્યા શાળા તથા લાયબ્રેરી સ્ટાફ અને જીવદયા પ્રેમીઓના સહયોગથી આ સેવા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું.ગરમીના દિવસોમાં પક્ષીઓ અને પશુઓને પાણી અને આશ્રય મળી રહે તે માટે પૂઠાના માળા, સ્ટીલના બાઉલ તથા ગૌમાતા માટે પાણીની કુંડી આપવામાં આવી.આયોજકો દ્વારા જીવદયા પ્રેમીઓને અપીલ કરવામાં આવી કે તેઓ આ સેવા કાર્યનો લાભ લે અને પશુ-પક્ષીઓની સંભાળમાં સહભાગી બને.
સમાચારનો વિડીયો નિહાળવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો👇👇👇👇👇👇👇👇
નોંધ:- ચકલી ઘર અને કુંડા મેળવવામાં બાકી રહેલા નગરજનો ને 31 માર્ચ 2026ના રોજ ડભોઇ પાંજરાપોળ તથા ડભોઇના વિવિધ વિસ્તારોમાં આપવામાં આવશે.સમગ્ર આયોજન જય ” નિર્મળ દીપ પરિવાર” ડભોઇ છેલ્લા બાબુ જૈન મો:- ૯૩૭૪૦૧૦૧૬૫.



