[the_ad id="758"]

HomeUncategorizedમુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા ૫,૫૭૬ કરોડનાં ખર્ચે તૈયાર થનાર ૯ -...

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂપિયા ૫,૫૭૬ કરોડનાં ખર્ચે તૈયાર થનાર ૯ – હાઈસ્પીડ કોરીડોર કર્યા મંજૂર

( દર્ભાવતિ – ડભોઈ પંથક વિકાસનાં માર્ગે – કરજણ – ડભોઈ – બોડેલીના માર્ગ માટે રૂપિયા ૩૩૧.૧૬ કરોડ થયાં મંજૂર

સામાન્ય રીતે ચોમાસામાં ખખડી જતાં રસ્તાઓ ક્લાઈમેટ સામે ટકી શકે જેથી તેને ટેકનોલોજી યુક્ત બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારાં મંજૂરી આપવામાં આવી છે. આ રકમ હેઠળ ૨૭૧ કિલોમીટર લંબાઈના ૨૦ કામો હાથ ધરાશે. આ રસ્તાઓના નિર્માણમાં વેસ્ટ પ્લાસ્ટિક, વ્હાઈટ ટોપિંગ, જીઓ ગ્રીડ, ગ્લાસ ગ્રીડ, સિમેન્ટ/સ્ટેબિલાઈઝેશન, ફ્લાય-એશ અને ગ્રીન ટેકનોલોજી જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે. આનાથી રસ્તાઓ વધુ ટકાઉ, લાંબુ આયુષ્ય ધરાવતા અને પર્યાવરણને અનુકૂળ બનશે. રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણા માટે ૮૦૩ કિલોમીટર લંબાઈના ૭૯ કામો માટે ૯૮૬ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ પગલું રાજ્યનાં રસ્તાઓને વધુ સરળ અને સલામત બનાવશે, જેનાથી મુસાફરોને ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’નો લાભ મળશે.

Oplus_131072

1367 કિલોમીટર લંબાઈના 12 નવા હાઈસ્પીડ કોરીડોર

આ વર્ષનાં બજેટમાં મુખ્યમંત્રીએ ૧૩૬૭ કિલોમીટર લંબાઈના ૧૨ નવાં હાઈસ્પીડ કોરીડોર વિકસાવવાની જાહેરાત કરી હતી, જેમાંથી ૯- કોરીડોરના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના છેવાડાના વિસ્તારો સુધી મજબૂત રોડ નેટવર્ક પૂરું પાડશે, જેનાથી રાજ્યનાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે.આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણથી પરિવહન વધુ ઝડપી અને કાર્યક્ષમ બનશે, જેનાથી ‘પી.એમ. ગતિશક્તિ’ યોજના અંતર્ગત લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. આ ઉપરાંત, મહત્વનાં શહેરો સાથે ઝડપી કનેક્ટિવિટીથી પ્રવાસન અને વેપાર-ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળશે.

દિવાળીનાં તહેવાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત અને સુવિધાયુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને ૧૨૪ કામો માટે ૭,૭૩૭ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે રાજ્યનાં રસ્તાઓ વધુ સરળ અને સલામત બનશે.

દિવાળીનાં મહાપર્વએ મુખ્યમંત્રીએ રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા ૮૦૯ કિ.મી લંબાઈ ધરાવતા ૯ હાઈ સ્પીડ કોરિડોર માટે ૫,૫૭૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ પ્રોજેક્ટ્સમાં નીચેના રોડનો સમાવેશ થાય છે
૧. બગોદરા-ધંધુકા-બરવાળા-બોટાદ (92કિ.મી.)–રૂ. 67.43 કરોડ

૨. બોટાદ-ઢસા-ચાવંડ-અમરેલી-બગસરા-બિલખા-મેંદરડા (67 કિ.મી.) – રૂ. 158.6 કરોડ

૩. મેંદરડા-કેશોદ-માંગરોળ (48.55 કિ.મી.) .રૂ.81.38 કરોડ

૪. ઊંઝા-પાટણ-શિહોરી-દિયોદર-ભાભર (105 કિ.મી.) – રૂ. 858.39 કરોડ

૫. કરજણ-ડભોઈ-બોડેલી (71 કિ.મી.)– રૂ. 331.16 કરોડ
૬. દહેગામ-બાયડ-લુણાવાડા-સંતરામપુર-ઝાલોદ (167.54 કિ.મી.) – રૂ. 1514.41 કરોડ

૭. અમદાવાદ-હરસોલ-ગાંભોઈ-વિજયનગર (143 કિ.મી.) – રૂ. 640.30 કરોડ

૮. સંતરામપુર-મોરવા હડફ-સંતરોડ (50 કિ.મી.) – રૂ. 861.71 કરોડ

૯. સંતરોડ-દેવગઢ બારિયા-છોટા ઉદેપુર (64 કિ.મી.) – રૂ. 1062.82 કરોડ

આમ, મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કરેલ હાઈસ્પીડ કોરીડોરમાં કરજણ – ડભોઈ -, બોડેલી માર્ગનો સમાવેશ કરતાં ખાસ કરીને ડભોઈ પંથકમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે. આમ, ડભોઈ – દર્ભાવતિ પંથક સતત વિકાસનાં પંથે આગળ વધી રહ્યો છે.આમ, સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ સરકારશ્રીમાં કરેલ રજૂઆતથી નાગરિકોની સુવિધામાં વધારો થશે જેથી સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular